એપશહેર

પાકિસ્તાન પોતાની જમીન પર આતંકીઓની સામે કાર્યવાહી કરેઃ અમેરિકા

I am Gujarat 7 Sep 2016, 11:38 am
વોશિંગટ્ન: અમેરિકાએ કહ્યું છે કે પાકિસ્તાને બધા જ આંતકી સંગઠનોને નિશાના પર રાખવા જોઈએ અને તેમાં તે સંગઠનોને પણ શામેલ કરવા જોઈએ જે પાડોશી દેશો પર નિશાન સાધે છે. સાથે જ અમેરિકાએ કહ્યું છે કે તે આતંકી સમૂહો વિરુદ્ધ કાર્યવાહી ના કરવા બદલ પાકિસ્તાન પર કોઈ પ્રતિબંધ નહી મુકે.
I am Gujarat us will not impose sanctions against pakistan on terror mark toner
પાકિસ્તાન પોતાની જમીન પર આતંકીઓની સામે કાર્યવાહી કરેઃ અમેરિકા


વિદેશ મંત્રાલયના ઉપપ્રવક્તા માર્ક ટોનરે પોતાની રેગ્યુલર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વિશે નથી વિચારી રહ્યા. અમે પાકિસ્તાન સરકારના ઉચ્ચસ્તરીય લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને આ બધી વાર્તાઓને મુખ્ય મુદ્દો એ છે કે પાકિસ્તાને બધાં જ આતંકી સંગઠનો પર નજર રાખવી જોઈએ. તેમણે આતંકી સંગઠનોની જગ્યાઓને નષ્ટ કરી દેવી જોઈએ.

ટોનરે કહ્યું કે, પાકિસ્તાનના અધિકારીઓ તરફથી જે પ્રતિક્રિયાઓ મળી છે તે મુજબ તેમણે આમ કરવા વિશે આશ્વાસન આપ્યું છે. તેમના પ્રયાસોને વધારવા માટે અને આતંકવાદી સંગઠનો પર વધારે દબાણ બનાવવા માટે અમે તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો