એપશહેર

ઈન્ડોનેશિયામાં ફાટ્યો જ્વાળામુખી, 5 કિલોમીટર સુધી અંધકાર છવાઈ ગયો!

જ્વાળામુખી એટલી તીવ્રતાથી ફાટ્યો કે, આકાશમાં 16 હજાર ફૂટથી વધુ ઊંચો ધુમાડાનો ગુબાર બની ગયો, ફોટો-વિડીયો જોઈને લોકો ડરી ગયા

I am Gujarat 11 Aug 2020, 5:19 pm
ઈન્ડોનેશિયામાં એક પ્રચંડ જ્વાળામુખી વિસ્ફોટ થયો છે. આ જ્વાળામુખી એટલો ભયંકર હતો કે, તેનો ધુમાડો પાંચ કિલોમીટર સુધી આકાશમાં છવાઈ ગયો. તેનો વિડીયો પણ ખૂબ જ ભયાનક છે.
I am Gujarat viral video of volcano in indonesia mount sinabung sends smoke 5 km into sky
ઈન્ડોનેશિયામાં ફાટ્યો જ્વાળામુખી, 5 કિલોમીટર સુધી અંધકાર છવાઈ ગયો!


જુઓ વિડીયો


રૉયટર્સ પોતાના ટ્વીટર પેજ પર આનો વિડીયો શેર કર્યો છે. જણાવી દઈએ કે, આ વિડીયો સુમાત્રા આઈલેન્ડ પર વર્ષોથી સક્રિય માઉન્ટ સિનાબુંગ જ્વાળામુખીનો છે. સોમવારે આ જ્વાળામુખી અચાનક ફાટ્યો. ફાટ્યા બાદ એટલા મોટા પ્રમાણમાં રાખ અને ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા કે આશરે 5000 મીટર એટલે કે, 16,400 ફૂટની ઊંચાઈ સુધી જતા રહ્યા. આકાશમાં માત્ર ધુમાડો જ દેખાઈ રહ્યો હતો.

લોકોએ માગી સલામતીની દુઆ


સ્થાનીક તંત્રએ આસપાસના ગામના લોકોને સલાહ આપી કે, જ્વાળામુખીના સેન્ટરથી 5 કિમીના દાયરામાં ન જાય. સોશિયલ મીડિયા પર લોકો માણસો અને પ્રાણીઓ બંનેની સલામતી માટે દુઆ કરી રહ્યા છે.

2020 હજુ ચાલુ છે

ઘણા લોકોએ એમ પણ લખ્યું કે, 2020 હજુ ચાલુ છે. જણાવી દઈએ કે, વિશ્વના લગભગ તમામ દેશો માટે આ વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું છે. ખાસ કરીને કોરોના મહામારીને કારણે લોકોના માટે આ વર્ષ માટે ઘૃણા અને ભય પેદા થઈ ગયો છે.

ખતમ કરી રહ્યું છે પણ ખતમ નથી થઈ રહ્યું 2020


તમને જણાવી દઈએ કે, આ જ્વાળામુખીના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં આજુબાજુના આશરે 30 હજારથી વધુ લોકોએ પોતાના ઘર છોડી નીકળી જવું પડ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો