એપશહેર

ટ્રમ્પ બાદ હવે વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કાયલે મેકનેનીને થયો કોરોના

ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના થયાના ત્રણ દિવસ બાદ હવે તેમની પ્રેસ સેક્રેટરી કાયરે મેકનેનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

I am Gujarat 5 Oct 2020, 11:43 pm
વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના થયાના ત્રણ દિવસ બાદ હવે તેમની પ્રેસ સેક્રેટરી કાયરે મેકનેનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ગુરૂવારથી પ્રત્યેક દિવસે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો હતો. પરંતુ સોમવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વ્હાઈટ હાઉસના મેડિકલ યુનિટના કોઈ પણ રિપોર્ટર, પ્રોડ્યુસર કે પ્રેસના સભ્યો તેમના કોન્ટેક્ટમાં આવ્યા હશે તેમની ચિંતા પણ વધી ગઈ છે.
I am Gujarat white house press secretary kayleigh mcenany tests positive for covid 19
ટ્રમ્પ બાદ હવે વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કાયલે મેકનેનીને થયો કોરોના


ગુરૂવારે અંતિમ વખત મીડિયાને સંબોધિત કર્યું હતું

મેકનેનીએ છેલ્લે વ્હાઈટ હાઉસમાં ગુરૂવારે પ્રેસને સંબોધિત કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પની સલાહકાર હોપ હિક્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટ્રમ્પ અગાઉ આઈસોલેશનમાં જતા રહ્યા હતા પરંતુ બાદમાં તબીયત થોડી વધારે ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આર્મી હોસ્પિટલમાં ચાલી રહી છે ટ્રમ્પની સારવાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તબીયતને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ટ્રમ્પની તબીયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. શુક્રવારે સવારે તેમને તાવ આવ્યો નથી. હોલીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઝડપથી વધી રહ્યું છે. ડોક્ટરોએ તે પણ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં વ્હાઈટ હાઉસ આવી શકે છે. હાલમાં તેમની સારવાર અમેરિકન આર્મીની વોલ્ટર રીડ મેડિકલ સેન્ટર હોસ્પિટલમાં ચાલી રહી છે.

ટ્રમ્પની તબીયતમાં થઈ રહ્યો છે સુધારો

વોલ્ટર રીડ નેશનલ મિલિટ્રી મેડિકલ સેન્ટરમાં ડોક્ટર સીન પી કોનલેએ કહ્યું છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. તેમને શુક્રવારથી તાવ આવ્યો નથી. રેમેડિસિવિર દવાનો પાંચ દિવસનો કોર્સ પૂરો કર્યા બાદ તેમનું લીવર અને કિડની યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ટ્રમ્પને ઝિંક, વિટામિન ડી, ફેમોટિડાઈન, મેલાટોનિન અને એસ્પિરિન પણ આપવામાં આવી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો