એપશહેર

WHOના પ્રમુખ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા સેલ્ફ ક્વોરન્ટીન થયા

I am Gujarat 2 Nov 2020, 9:08 am
દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ હજુ પણ ચાલું છે. કોરોનાના સંક્રમણથી સામાન્ય વ્યક્તિથી લઈને મોટા-મોટા સેલેબ્રિટીઓ પણ નથી બચી શક્યા. જ્યાં સુધી આ બીમારીની વેક્સીન નથી આવતી, ત્યાં સુધી ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. એવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડરોસ અદનોમ ઘેબિયસે પણ પોતાને સેલ્ફ ક્વોરન્ટીન કરી લીધા છે, કારણ કે તેઓ એક કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી ગયા હતા.
I am Gujarat who


આ વાતની જાણકારી તેમણે સોમવારે એક ટ્વીટ કરીને આપી. જેમાં તેમણે લખ્યું છે કે, હાલમાં તેમનામાં કોઈ કોરોનાના લક્ષણો નથી અને તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે, પરંતુ WHOના પ્રોટોકોલ મુજબ તેઓ ઘરથી જ કામ કરશે, આમ કરીને કોરોનાની ચેઈન તોડી શકાય છે જે વાયરસને હરાવવા માટે જરૂરી છે.

WHOએ દર્શાવી હતી ચિંતા
ઉલ્લેખનીય છે કે પાછલા અઠવાડિયે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખે કહ્યું હતું કે, પાછલા અઠવાડિયે દુનિયામાં કોરોના વાયરસના 20 લાખથી વધારે નવા કેસ સામે આવ્યા. મહામારી શરૂ થયા બાદથી આ સૌથી ઓછા સમયમાં વધારે કેસ છે. જે સારો સંકેત નથી. WHO મુજબ, યુરોપમાં મૃતકોની સંખ્યામાં લગભગ 35 ટકાનો વધારો થયો છે, તો ભારત, અમેરિકા, ફ્રાંસ, બ્રાઝિલ અને બ્રિટનમાં સમગ્ર દુનિયામાં સૌથી વધારે નવા કેસ સામે આવ્યા છે.

WHOએ એમ પણ કહ્યું હતું કે, દુનિયા કોરોનાની મહામારીમાં હવે નાજુક સ્થિતિમાં પહોંચી ગઈ છે અને કેટલાક દેશ ખતરનાક ટ્રેક પર ચાલી રહ્યા છે, જ્યાં સ્વાસ્થ્ય સેવાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જિનેવામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન WHOના પ્રમુખ ટેડ્રોસ એડહાનોમએ સાવચેત કરતા કહ્યું હતું કે, આગામી કેટલાક મહિના ખૂબ જ મુશ્કેલ રહેવાના છે, આથી બધાએ સાવધાન રહેવાની જરૂર છે.

ભારતમાં કોરોનાના 81 લાખથી વધુ કેસજો ભારતની વાત કરીએ તો દેશમાં કોરોના વાયરસના કેસ 81 લાખને પાર પહોંચી ગયા છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 81.84 લાખથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં એક્ટિવ કેસનો આંકડો 5.70 લાખથી વધારે છે. જ્યારે 74 લાખથી વધારે દર્દીઓ કોરોના સંક્રમણથી મુક્ત થઈ ગયા છે. બીજી તરફ 1.22 લાખથી વધારે લોકોના મોત થઈ ગયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો