એપશહેર

કોરોના વાયરસ: બ્રિટનના 'સુપર સ્પ્રેડર' સ્ટ્રેન પર WHOએ શું કહ્યું?

કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે બ્રિટન માટે આશરે 50 દેશોએ બંધ કર્યા હવાઈ માર્ગ અને વાહનવ્યવહાર

I am Gujarat 22 Dec 2020, 4:13 pm
જીનીવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના વધારે ઈન્ફેક્શન ધરાવતા સ્ટ્રેનને લઈને પહેલીવાર નિવેદન આપ્યું છે. આ નવા સ્ટ્રેનના કારણે બ્રિટન માટે આશરે 50 દેશોએ પોતાનો હવાઈ માર્ગ અને વાહનવ્યવહાર પણ બંધ કર્યો છે. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOએ કહ્યું છે કે આ વાયરસનો વિકાસનો જ એક ભાગ છે. આ કારણે નવા સુપરસ્પ્રેડર સ્ટ્રેનથી વધારે ગભરાવાની પણ જરુર નથી.
I am Gujarat who says on highly infectious variant of covid 19 of britain
કોરોના વાયરસ: બ્રિટનના 'સુપર સ્પ્રેડર' સ્ટ્રેન પર WHOએ શું કહ્યું?


કોરોના વેક્સીન નવા સ્ટ્રેન સામે લડવા સક્ષમ
WHOના ઈમર્જન્સી બાબતોના લીડર માઈક રેયાને એક ઓનલાઈન બ્રીફિંગમાં કહ્યું કે આ મુદ્દે પારદર્શિતા હોવી જરુરી છે. જનતાને જે રીતે હોય એ રીતે જ બતાવવાની જરુર છે. જોકે, એ પણ મહત્વપૂર્ણ છે કે, આ વાયરસના વિકાસનો જ એક સામાન્ય ભાગ છે. જેથી અમે આ વાયરસને ખૂબ જ બારીકાઈથી ટ્રેક કરી રહ્યાં છીએ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીઓએ કહ્યું છે કે કોરોના વાયરસને લઈને વિકસિત કરવામાં આવેલી વેક્સીન આ નવા સ્ટ્રેન સામે લડવા માટે પણ સક્ષમ છે. જોકે, તેને સુનિશ્ચિત કરવા માટે અમે તપાસ કરી રહ્યાં છીએ.

કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક નથીઃ WHO
ડબલ્યૂએચઓએ આ વાયરસને કોરોના વાયરસના હાલના સ્ટ્રેનથી ઘાતક માનવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે બ્રિટનના આંકડાઓના માધ્યમથી કહ્યું કે, અમારી પાસે કોઈ જ સબૂત નથી કે આ વેરિયન્ટ કોરોના વાયરસના હાલના સ્ટ્રેનની સરખામણીમાં લોકોને વધારે બીમાર કરી રહ્યો છે કે વધારે ઘાતક છે. જોકે, આ સરળતાથી પ્રસરતો હોવાનું માનવામાં આવે છે.

વધતા સંક્રમણ પર WHOએ શું કહ્યું?
બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવવા અંગે માઈક રેયાને કહ્યું કે મુસાફરી પર અંકુશ લગાવનાર દેશના જોખમોનું આકલન કરતા સાવધાનીથી કામ કરી રહ્યાં છે. આ વિવેકપૂર્ણ નિર્ણય છે. જોકે, દરેક લોકો જાણે છે કે કોરોના વાયરસની અંદર આવેલી આ પરિવર્તન પ્રક્રિયા સામાન્ય છે. તેમણે એ પણ જણાવ્યું કે કોરોના વાયરસ મ્યૂટેશન અત્યાર સુધીમાં ઈન્ફ્લૂએન્ઝાની સરખામણીમાં ખૂબ જ ધીમી હતી અને ત્યાં સુધી કે બ્રિટનમાં મળેલો નવો સ્ટ્રેન પણ ગળામાં સોજો આવવો જેવી બીમારીઓની સરખામણીમાં ખૂબ જ ઓછો ફેલાઈ રહ્યો છે.

નવા સ્ટ્રેનની અસર પર ટૂંક સમયમાં જ જાણકારી
WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે અમે અનેક પરિવર્તન અને રિવર્સ પરિવર્તન જોયા છે. આ વર્તમાનમાં ઉપયોગમાં લેવાયેલા કોઈપણ ચિકિત્સીય, ડ્રગ્સ અથવા તો રસીકરણ માટે વાયરસની સંવેદનશીલતા પર કોઈ મહત્વપૂર્ણ અસર નથી પાડતો. આથી ટૂંક સમયમાં જ આ પણ ખતમ થઈ શકે છે. WHOએ એ પણ કહ્યું કે, આશા છે કે વધારે સંક્રમણ ધરાવતા આ વાયરસની શક્ય અસરને લઈને થોડા દિવસો અથવા તો અઠવાડિયાઓમાં તસવીર સ્પષ્ટ થઈ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો