એપશહેર

લોકડાઉનમાં છૂટછાટ બાદ વિશ્વમાં કોરોનાના કેસમાં ઉછાળો, WHOએ આપી ચેતવણી

ચિંતન રામી | Agencies 6 Jun 2020, 4:20 pm
કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉન હતું. પરંતુ ભારત સહિત હવે મોટા ભાગના દેશોએ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે લોકડાઉનમાં છૂટછાટો આપી છે. અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા માટે મોટા ભાગના દેશોએ બજારો ખોલવાની મંજૂરી આપી દીધી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (ડબલ્યુએચઓ) આ બાબતને ધ્યાનમાં લીધી છે અને કહ્યું છે કે લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસની સંખ્યામાં વધારો થયો છે અને લોકોએ પોતાની જાતને કોરોના વાયરસથી બચાવવાની છે. આ ઉપરાંત સરકારોએ પણ ટેસ્ટિંગ જારી રાખવું જોઈએ.હાલમાં સેન્ટ્રલ, સાઉથ અને નોર્થ અમેરિકાના દેશો ખાસ કરીને યુએસ આ વૈશ્વિક રોગચાળાના એપિસેન્ટર છે, તેમ ડબલ્યુએચઓના પ્રવક્તા માર્ગારેટ હેરિસે જણાવ્યું છે. જીનેવામાં યુએનની બ્રિફિંગ દરમિયાન હેરિસે કહ્યું હતું કે, અમે વિશ્વના કેટલાક દેશોમાં કેસોની સંખ્યામાં વધારો જોયો છે, હું ચોક્કસ રીતે યુરોપની વાત કરી રહી નથી. જ્યારે લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવે છે, જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો હળવા બનાવવામાં આવે છે, ત્યારે લોકો કેટલીક વખત એવો અર્થ કરે છે કે, બધું ખતમ થઈ ગયું છે.હેરિસે જણાવ્યું હતું કે, હજી આ ખતમ થયું નથી. વિશ્વમાં જ્યાં સુધી વાયરસનો એક પણ કેસ હશે ત્યાં સુધી કશું જ ખતમ થયું નથી. તેમણે કહ્યું છે કે યુએસના લોકોએ રસ્તાઓ પર નીકળતા પહેલા ફરજીયાત પણે તમામ જરૂરી સાવચેતીઓ રાખવી જોઈએ.ડબલ્યુએચઓએ લોકોને 1 મીટર (3 ફૂટ)ના સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની, વારંવાર હાથ ધોવાની અને પોતાના મોઢા, નાક અને આંખોને વારંવાર નહીં અડવાની સલાહ આપી છે.આ ઉપરાંત ડબલ્યુએચઓ દ્વારા માસ્ક અંગે પોતાની સ્થિતિ બદલી છે અને લોકોને ભીડભાડવાળા સ્થળે માસ્ક પહેરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. આ ઉપરાંત પૂરતા પૂરાવા આપીને લોકોને કોરોના વાયરસને ચેપ ફેલાતો અટકાવવામાં પોતાની અમૂલ્ય ભૂમિકા સમજાવી છે.જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે વિશ્વમાં અત્યાર સુધી કોરોના વાયરસના 6.6 મિલિયન કેસ નોંધાયા છે. જ્યારે 3,89,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આમાંથી ફક્ત યુએસ એકલામાં જ 1,08,000 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2.8 મિલિયન લોકો સાજા થયા છે.
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો