એપશહેર

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને આપવામાં આવ્યો વર્ષ 2020નો શાંતિનો નોબેલ પુરસ્કાર

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સમગ્ર દુનિયામાં ભૂખને મટાડવા અને ખાદ્ય સુરક્ષા (Food security)ને પ્રોત્સાહિત કરનારું સંગઠન છે.

I am Gujarat 9 Oct 2020, 5:26 pm
સ્ટોકહોમ: શુક્રવારે વર્ષ 2020ના નોબેલ શાંતિ પુરસ્કાર (2020 Nobel Peace Prize)ની જાહેરાત કરવામાં આવી. આ વર્ષે શાંતિનો નોબેલ પુરસ્કાર વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (World Food Program, WFP)ને આપવામાં આવ્યો છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સમગ્ર દુનિયામાં ભૂખને મટાડવા અને ખાદ્ય સુરક્ષા (Food security)ને પ્રોત્સાહિત કરનારું સંગઠન છે. આ સંગઠને કોરોનાના સમયમાં દુનિયામાં જરૂરિયાતમંદ લોકોને જમાડવા અને તેઓની મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
I am Gujarat q9


કેમ WFPને મળ્યો શાંતિનો નોબેલ પુરસ્કાર?

નોર્વેની નોબેલ કમિટીએ WFPને શાંતિનો નોબેલ પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે કારણકે WFPના ભૂખ સામે લડવાના પ્રયાસ, યુદ્ધ અને વિવાદની સ્થિતિમાં ભૂખનો હથિયાર તરીકે ઉપયોગ થતો રોકવામાં WFPની મહત્વની ભૂમિકા રહી છે.

WFPની કામગીરી શું છે?

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સમગ્ર દુનિયામાં ભૂખને મટાડવા અને ખાદ્ય સુરક્ષા (Food security)ને પ્રોત્સાહિત કરનારું સંગઠન છે. વર્ષ 2019માં WFPએ 88 દેશોમાં 10 કરોડ લોકોને સહાયતા પહોંચાડવાનું કામ કર્યું હતું.

વર્ષ 2020માં WFPની કામગીરી શું રહી?

વર્ષ 2020માં જ્યાં એકબાજુ કોરોના વાયરસની મહામારીની શરૂઆત થઈ ત્યાં બીજી બાજુ WFPએ પોતાના પ્રયાસો ઝડપી કર્યા. આ સંગઠનના જણાવ્યા મુજબ જ્યાં સુધી કોરોના વાયરસની રસી નથી આવી જતી ત્યાં સુધીમાં ભોજન તેનો સામનો કરવા માટેનું સૌથી મોટું હથિયાર છે.

ભારતમાં WFPની કામગીરી શું છે?

WFP ભારત સરકારને ટેક્નિકલ સહાયતા અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. તેઓ હવે ચોક્કસ લોકો સુધી અસરકારકરીતે ભોજન પહોંચી શકે તેના પર ધ્યાન આપી રહ્યા છે. ભોજન આધારિત સામાજિક સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવવું જોઈએ.

Read Next Story