એપશહેર

પત્નીએ આઈડ્રોપ્સ પીવડાવીને પતિની હત્યા કરી, 25 વર્ષની જેલની સજા થઈ

શિવાની જોષી | I am Gujarat 20 Jan 2020, 10:56 am
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે ગુસ્સામાં એકબીજાને કંઈપણ કહી દેતા હોય છે. ક્યારેક તો એકબીજાથી છૂટકારો મળે તો સારું એવી વાત કરતા હોય છે. પરંતુ ખરેખર છૂટકારો મેળવવાના પ્રયાસ કરતા નથી. ત્યારે અમેરિકાના સાઉથ કેરોલિનાથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાને પતિની હત્યાના ગુનામાં 25 વર્ષની જેલની સજા સંભળાવાઈ છે. મહિલાએ પતિની હત્યા આઈડ્રોપ્સ (આંખમાં નાંખવાના ટીંપા)થી કરી નાખી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોસ્ટેફન ક્લેટોનની મોત 21 જુલાઈ 2018ના રોજ થઈ હતી. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો શરીરમાંથી Tetrahydrozoline મળ્યું . જેનું વધુ પડતું પ્રમાણ શરીરમાં ઝેરનું કામ કરે છે. પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું કે, સ્ટેફનની આંખો લાલ હતી, શરીર પણ લાલ પડી ગયું હતું.
લાના ક્લિટોન સ્ટેફનની પત્ની છે. પોલીસે સ્ટેફનના મૃત્યુના બીજા જ મહિને તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછમાં લાનાએ કબૂલી લીધું કે તેણે પતિની હત્યા કરી છે. લાનાએ સ્ટેફનને પાણીમાં આઈડ્રોપ્સ ભેળવીને આપ્યા હતા. જેના કારણે તેનું મોત થયું. લાનાએ જણાવ્યું કે, તે પોતાના પતિથી પરેશાન હતી જેથી તેણે આ પગલું ભર્યું.
કોર્ટમાં લાનાએ કહ્યું, તે પતિની હત્યા કરવા માગતી નહોતી. લાનાએ કહ્યું, “હું માત્ર ઈચ્છતી હતી કે તે બીમાર પડી જાય અને મને એકલી છોડી દે. મેં તેની હત્યા વિશે ક્યારેય વિચાર્યું નહોતું.” લાના વેટરન્સ અફેર્સ ડિપાર્ટમેન્ટમાં નર્સનું કામ કરી ચૂકી છે. એટલે દવાઓ વિશે તેને જાણકારી હતી. હાલ તો કોર્ટે લાનાને પતિની હત્યાના કેસમાં 25 વર્ષની જેલની સજા સંભળાવી છે.ક્રિકેટના મેદાન પર જોવા મળ્યા નિતિન ગડકરી, લગાવ્યા ચોગ્ગા-છગ્ગા
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો