એપશહેર

એક સમયે જ્યાં સફાઈ કર્મચારી તરીકે કામ કર્યું હવે ત્યાં જ Boss બની મહિલા

નસીબ ગમે ત્યારે બદલાઈ શકે છે અને સફાઈ કર્મચારી તરીકે કામ કરતી મરિનાએ આ વાત સાબિત કરી આપી છે

I am Gujarat 3 Oct 2020, 7:01 pm
રશિયાની ચૂંટણીની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે અને તે પાછળનું કારણ છે એક મહિલા ઉમેદવાર. હકીકતમાં, આ મહિલા જે ઓફિસમાં છેલ્લા પાંચ વર્ષથી સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી હવે તે જ ઓફિસમાં બોસ બની કામ કરશે. મહિલાનું નામ મરિના ઉદોદસ્કાયા છે. જેણે સાબિત કરી આપ્યું કે, નસીબ ગમે ત્યારે બદલાઈ શકે છે.
I am Gujarat woman who once worked as a cleaner is now become boss
એક સમયે જ્યાં સફાઈ કર્મચારી તરીકે કામ કર્યું હવે ત્યાં જ Boss બની મહિલા


ગમે ત્યારે બદલાઈ શકે છે નસીબ
રિપોર્ટ અનુસાર, રશિયામાં સ્થાનિક ચૂંટણીમાં થયેલા મોટા ઉલટફેરના કારણે આવું શક્ય બન્યું હતું. હકીકતમાં, આ ચૂંટણીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની પાર્ટીના નિકોલાઈ સામે કોઈ ઉમેદવાર ઉભો રહ્યો નહોતો. તેથી, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા બતાવવા નિકોલાઈએ તેમની જ ઓફિસમાં કામ કરનાર 35 વર્ષની મરીનાને તેની સામે જ ચૂંટણી લડવા માટે ઉભી કરી હતી.


155 કિલોમીટર વિસ્તારની સંભાળશે જવાબદારી
પરંતુ નિકોલાઈને એ વાતનો જરાસરખો પણ ખ્યાલ નહોતો કે તેણે ચૂંટણીમાં જેને સામે ઉભી રાખી છે. તેનાથી જ હારી જશે. હવે આ અનોખી જીત સાથે મરિના 155 કિલોમીટર સુધી ફેલાયેલા પોવલિકા જિલ્લાની જવાબદારી સંભાળશે અને એક સમયે તે જ્યાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતી તે ઓફિસની જ બોસ બનશે.

ઐતિહાસિક રહી ચૂંટણી
નોંધનીય છે કે, મરિનાએ 62 ટકા મતો મેળવીને નિકોલાઈને હરાવી હતી. રસપ્રદ વાત એ છે કે મરિનાએ ચૂંટણી પ્રચાર પણ નહોતો કર્યો. મરિના હવે આ પોસ્ટની જવાબદારી સમજતા કામ કરવાની પણ યોજના બનાવી રહી છે. અલબત્ત, આ ચૂંટણી જ ઐતિહાસિક હતી. જેના પરિણામો ઈતિહાસમાં નોંધાઈ ગયા છે. Feature Image: Photo/getty images

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો