એપશહેર

મહિલાએ પાપણ પર સૌથી લાંબા વાળનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો, કહ્યું- 'બુદ્ધની ભેટ છે'

ચીનની એક મહિલા પાપણ પર સૌથી લાંબા વાળનો રેકોર્ડ ધરાવે છે

I am Gujarat 13 Jun 2021, 7:31 pm
વિશ્વમાં લોકો ઘણા અવનવા રેકોર્ડ બનાવતા હોય છે. ચીનની એક મહિલાએ પાપણ પર સૌથી લાંબા વાળનો રેકોર્ડ નોંધાવ્યો છે એટલું જ નહીં તેણે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. મહિલાની પાપણના વાળની લંબાઈ 8 ઈંચની છે. મહિલાનું કહેવું કે આ વાળ તેને બુદ્ધ તરફથી ભેટમાં મળેલા છે. ચાંગઝોઉ શહેરમાં રહેતી યુ જિઆનઝિયાએ 2016માં ગિનીસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. ત્યારે તેમની પાપણ પરના વાળની લંબાઈ 4.88 ઈંચ (12.5 સેન્ટીમીટર) હતી. જોકે, પાંચ વર્ષ બાદ તેમના તે વાળની લંબાઈ લગભગ ડબલ થઈ ગઈ છે. હાલમાં તેની લંબાઈ 8 ઈંચ (20.5 સેમી) થઈ ગઈ છે.
I am Gujarat woman worlds longest eyelashes breaks own record with 8 inch eyelash gifted by buddha
મહિલાએ પાપણ પર સૌથી લાંબા વાળનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો, કહ્યું- 'બુદ્ધની ભેટ છે'


2015માં લાગ્યું કે પાપણના વાળ વધી રહ્યા છે

હાલમાં તેની પાપણના વાળ તેના ગાલ પર આવી ગયા છે. પરંતુ જિઆનઝીયાનું માનવું છે કે તેના આ લાંબા વાળ તેને બુદ્ધ તરફથી મળેલી ભેટ છે. તેમણે કહ્યું હતું કે, 2015માં મને પ્રથમ વખત લાગ્યું કે મારી પાપણ પરના વાળ વધી રહ્યા છે. તે ધીમે ધીમે વધી રહ્યા હતા અને લાંબાને લાંબા થઈ રહ્યા હતા.

ડોક્ટરો પણ તેનું કારણ જણાવી શક્યા ન હતા

મારી પાપણના વાળ કેમ વધી રહ્યા છે તે જાણવા માટે મેં ડોક્ટરોની મુલાકાત પણ લીધી હતી. જોકે, ડોક્ટરો પણ તેનું કારણ જણાવી શક્યા ન હતા અને તેમને પણ આશ્ચર્ય થયું હતું. મેં વૈજ્ઞાનિક કારણો જાણવાનો પ્રયાસ કર્યો હતો કે જિનેટિક કારણ છે કે પછી બીજુ કંઈ. પરંતુ મારા પરિવારમાં કોઈની પાપણના વાળ આટલા લાંબા ન હતા, તેમ તેણે જણાવ્યું હતું.

મારા આ લાંબા વાળ બુદ્ધ ભગવાની ભેટ છે

જિયાનશિયાએ જણાવ્યું હતું કે, હું સતત વિચારતી રહી હતી કે મારા પાપણના વાળ આટલા લાંબા શા માટે છે, ત્યારે મને યાદ આવ્યું હતું કે વર્ષો પહેલા મેં પર્વત પર 480 દિવસ પસાર કર્યા હતા. તેથી મેં મારી જાતને કહ્યું હતું કે મારા આ વાળ બુદ્ધ ભગવાનની ભેટ છે. તેણે તે પણ કહ્યું હતું કે, મારા આ લાંબા વાળ અને મજબૂત શરીર વચ્ચે કંઈક કનેક્શન હોવું જોઈએ. હાલમાં હું વધારે સ્વસ્થ છું પરંતુ જ્યારે હું જન્મી હતી ત્યારે પ્રમાણમાં નબળી હતી. હાલમાં હું ફિટ છું અને ઘણા લોકોને લાગે છે કે હું વધારે યુવાન દેખાવ છું.

દૈનિક જીવનમાં કોઈ અડચણ આવી રહી નથી

પાપણના આઠ ઈંચ લાબા વાળ તેના ચહેરા પર આવી રહ્યા છે તેમ છતાં તેણે કહ્યું હતું કે તેનાથી તેના દૈનિક જીવનમાં કોઈ અડચણ આવી રહી નથી. મારી પાપણના લાંબા વાળના કારણે મારે આઈશેડો કે પછી આઈલાઈનર લગાવવાની જરૂર પડતી નથી. મારા કુદરતી લાંબા વાળ લાંબી આઈલાઈનરની ગરજ સારે છે. મારા આ વાળના કારણે હું મારા ચહેરાને સરળતાથી ધોઈ શકું છું. મને પાપણના આ લાંબા વાળથી દૈનિક જીવનમાં કોઈ અડચણ કે મુશ્કેલી નડતી નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો